ઉખાણા

 

પહેલો હોય કે છેલ્લો અક્ષર,

આવે છે એકસમાન

હું છું એક એવી ભાષા,

જવાબ – મલયાલમ

 

 

આમ તો નીચી નજરે ચાલે,

રીસાય ત્યારે પગ પછાડે,

લોકોનો એ ભાર વેંઢારે,

તોય કોઇ સારો ન માને.

જવાબ – ગધેડો

 

 

તણખલા રૂના સંગાથે,

ઝૂલું ડાળે ડાળ,

જ્યારે પંખી ઊડી જાતા,

બચ્ચાની રાખું સંભાળ.

જવાબ – માળો

 

 

બોખું બોખું મોં ફરે, કરે મઝાની વાતો,

આખા ઘરમાં ખુલ્લો મુકે, વાર્તાનો ખજાનો.

જવાબ – દાદા-દાદી

 

 

મા ગોરી રૂપકડી,

ને બચ્ચા કાળાં મેશ,

મા મરે, બચ્ચા જો ભળે,

દૂધ-ચામાં સુગંધ પ્રસરે.

જવાબ – એલચી

 

 

લીલુ ફળને ધોળું બી,

મારે માથે કાંટા,

ચોમાસામાં મને સેવો તો,

ટળે દવાખાનાના આંટા.

જવાબ – કારેલુ

 

 

લાગે ઢમઢોલ શરીર,

પણ નથી મારો કંઇ ભાર,

દેહ છે મારો રંગબેરંગી,

બાળકોનો છું હું સંગી.

જવાબ – ફુગ્ગો

 

 

નદી-સરોવરમાં રહેતી,

પાણીની રાણી કહેવાતી,

રંગબેરંગી જોવા મળતી,

કહો ક્યા નામે ઓળખાતી ?

જવાબ – માછલી

 

આખો દિવસ ઊંધ્યા કરું,

રાત પડે ને રડ્યા કરું,

જેટલું રડું એટલું ગુમાવું ?

તો બોલો મિત્રો કોણ હું ?

જવાબ – મિણબત્તી

 

 

સાત વેંતનું સાપોલિયું,

મુખે લોઢાનાં દાંત,

નારી સાથે રમત રમુ,

જોઇને હસે કાંત.

જવાબ – સાંબેલુ

 

એ કોણ છે જે ગમે તેટલો વૃદ્ધ થઈ જાય પણ છતાં જવાન જ રહે છે?

જવાબ : દેશના જવાન

 

વાંચવા અને લખવા બંનેમાં કામ લાગે છે, કાગળ નહીં, કલમ નહીં બોલો શું છે મારું નામ?

જવાબ : ચશ્મા

 

એ કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે?

જવાબ : તરસ

 

ન ભોજન લે છે ન વેતન લે છે છતાં રખેવાળી કરે છે. જણાવો તે કઈ વસ્તુ છે?

જવાબ : તાળું

 

એવી કઈ વસ્તુ છે જે વ્યક્તિ છૂપાવીને અને મહિલા દેખાડીને ચાલે છે?

જવાબ : પર્સ

 

એવી કઈ વસ્તુ છે જેને છોકરી વર્ષમાં એક વખત ખરીદે છે

જવાબ : રાખડી

 

કાળો ઘોડો સફેદ સવારી એક ઊતર્યું બીજાનો વારો?

જવાબ : તવો અને રોટલી

 

પિતાએ પોતાની દીકરીને એક ગિફ્ટ આપી અને કહ્યું ભૂખ લાગે તો ખાઈ લેજે… તરસ લાગે તો પી લેજે અને ઠંડી લાગે તો સળગાવી લે છે… એ ગિફ્ટ શું છે?

જવાબ : નારિયેળ

 

એ કઈ વસ્તુ છે જે વરસાદમાં ગમે તેટલું પલળે, પણ ભીનું થઈ શકતું નથી?

જવાબ : પાણી

 

એ શું છે જેની આંખોમાં જો આંગળી નાખો તો તે પોતાનું મોઢું ખોલી દે છે?

જવાબ : કાતર

 

અજયના માતાપિતાના ત્રણ બાળકો છે : પહેલો વિજય, બીજો વિશાલ અને ત્રીજા દીકરાનું નામ શું છે?

જવાબ : અજય, અજય પોતે એ ત્રીજો દીકરો છે.

 

લીલો ઝંડો, લાલ કમાન, તોબા તોબા કરે માણસ

જવાબ : મરચાં

 

એક લાકડીની સાંભળો કહાણી, તેમાં ભરેલું છે મીઠું પાણી

જવાબ : શેરડી

 

વર્ષના કયા મહિનામાં 28 દિવસો હોય છે?

જવાબ : દરેક મહિનામાં

 

કઈ વસ્તુ છે જે તમે તમારા ડાબા હાથમાં પકડી શકો છો પણ જમણા હાથમાં નહીં ?

જવાબ : તમારી જમણી કોણી

 

એ કઈ વસ્તુ છે જે ઉપર-નીચે થાય છે પણ પોતાની જગ્યાએ જ રહે છે?

જવાબ : સીઢી

 

લિલી ટોપી રાત ડગલાં,

આવ્યારે પરદેશી સાગલા,

જે કોઈ તે ખાવ ખાવ કરે,

એ તો હાય હાય કરે

બોલો એ શું..?

જવાબ : મરચાં

 

ત્રણ નેત્ર પણ શંકર નહીં,

વાળ ઘણા પણ ઘેટું નહીં,

પાણી છે પણ ઘડો નહીં,

સન્યાસી છે પણ ભગવાન નહીં.

જવાબ : નારિયેળ

 

નહીં વાંસલો, નહીં વિઝણો,

નહીં કારીગર સુથાર,

અધ્ધર મહેલ ચણાવ્યો,

રાજા ભોજ કરે વિચાર.

જવાબ : સુગરીનો માળો

 

 

રંગ બેરંગી લકડક નાર,

વાત કરે ન સમજે સાર,

સૌ ભાષામાં બોલે એ,

ચાલે ત્યાં આંસુની ધાર.

જવાબ : પેન

 

 

વડ જેવા પાન ને શેરડી જેવી પેરી,

મોગરા જેવા ફૂલ ને આંબા જેવી કેરી.

જવાબ : આંકડો

 

 

દાદા છે પણ દાદી નથી,

ભાઈ છે પણ ભાભી નથી,

નવરો છે પણ નવરી નથી,

રોજી છે પણ રોટી નથી!!!

જવાબ : દાદાભાઈ નવરોજી

 

 

ભેંસ વિયાણી પાડો પેટમાં,

દૂધ દરબારમાં જાય,

ચતુર હોય તો સંજીલ્યો,

મૂરખ ગોથાં ખાય!!

જવાબ : કેરી

 

 

રાતા રાતા રાતનજી, પેટમાં રાખે પણાં,

વળી ગામે ગામે થાય, એને ખાય રંક ને રાણા!!

જવાબ : બોર

 

 

અડધું ફળ ને અડધું ફૂલ,

જોવા મળું ના બાગમાં,

રંગે કાળું પણ મધ મીઠું

તો ઝટપટ કહો હું કોણ..?

જવાબ : ગુલાબ જાંબુ

 

 

એવું શું છે જે આદમી પોતાની

પત્ની અને સાળીની જોઈ શકે

પણ પોતાની સાસુની જોઈ શકતો નથી.

જવાબ : લગ્ન, સગાઈ

 

વાણી નહીં પણ બોલી શકે,

પગ નથી પણ ચાલી શકે,

વાગે છે પણ કાંટા નહીં,

એના ઈશારે દુનિયા ચાલે બોલો શું..?

જવાબ : ઘડિયાળ

 

બે માથાં અને બે પગ,

જાણે એને આખું જગ,

જે કોઈ આવે એની વચમાં,

કપાઈ જાય એની કચ કચ માં

બોલો એ શું..?

જવાબ : કાતર

 

 

વૃક્ષ ઉપર વસુ તોયે હું પંખી નથી,

દૂધ આપું તોયે હું ગાય નથી,

બહારથી કઠણ પણ અંદરથી નક્કર નથી,

પુંજા માં વપરાવ છું પણ હું દેવ નથી..બોલો હું કોણ.?

જવાબ : નારિયેળ

 

 

ટન ટન બસ નાદ કરે

ઘડિયાળ જોઈ સાદ કરે

સ્કૂલ નિશાળે એ લટકે

રણકે તો બાળકો છટકે બોલો હું કોણ.?

જવાબ : ઘન્ટ

 

 

 

હવા કરતા હળવો હું,

રંગે બહુ રૂપાળો,

થોડું ખાઉં ને ધરાઈ જાઉં,

વધુ ખાઉં તો ફાટી જાઉં બોલો હું કોણ..?

જવાબ : ફુગ્ગો

 

 

ઘરમાં મહેમાનોને દેવાય

વોટમાં નેતાઓને દેવાય

આરામ કરવામાં વપરાય બોલો એ શું..?

જવાબ : ખુરશી

 

પીળા પીળા પદ્મસી

ને પેટમાં રાખે રસ

થોડા ટીપાં વધુ પડે તો

દાંતનો કાઢે કસ! બોલો એ શું..?

જવાબ : લીંબુ

 

ખારા જળમાં બાંધી કાયા

રસોઈમાં રોજ મારી માયા

જન્મ ધર્યાને પારા છોડા,

મારા દામ તો ઉપજે થોડા બોલો હું કોણ..?

જવાબ : મીઠું

 

 

જો તમારી પાસે ચાર ગાય

અને બે બકરી છે તો

તમારી પાસે કેટલા પગ છે..?

જવાબ : બે

 

 

એવું શું છે જે પાણીમાં પડે

તોય ભીનું ના થાય..?

જવાબ : પડછાયો

 

 

એવું શું છે જે જેનું હોય

એ જ જોઈ શકે

અને માત્ર એક જ વાર જોઈ શકે..?

જવાબ : સપનું

 

એવું શું છે જે

એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે

એ પણ પોતાની જગ્યાએથી હલ્યા વગર..?

જવાબ : રસ્તો-રોડ

 

એવો કયો દુકાનદાર છે

જે તમારો માલ પણ લઇ લે

અને રૂપિયા પણ લઇ લે..?

જવાબ : વાળદ

 

 

એવી કઈ બેગ છે

જે પલળે તો જ કામમાં આવે.?

જવાબ : ટી-બેગ

 

એવી કઈ ચીજ છે

જે ખાવા માટે ખરીદીએ

પણ તેને ખાતા નથી..?

જવાબ : પ્લેટ

 

 

એવું કયું જીવ છે

જે ક્યારેય સૂતું નથી..?

જવાબ : કીડી

 

 

એવું શું છે

જે વગર પગે ભાગે છે

અને ક્યારેય પાછો નથી આવતો..?

જવાબ : સમય

 

 

હું તમને એક પ્રશ્ન પૂછું છું;

બતાવો ઉત્તરશું છે.?

જવાબ : ઉત્તર એક દિશા છે

 

 

એ શું છે જે દાદા કહેવાથી ના મળે

પણ બાબા કહેવાથી મળી જાય..?

 

જવાબ : હોઠ