સુવિચાર
  • મહેનતથી સફળતા મળે છે વિચારોથી નહીં
  • સફળતાનો કોઇ મંત્ર નથી, એ તો માત્ર કઠોર ૫રિશ્રમનું ફળ છે.
  • સારૂ ૫રિણામ મેળવવા માટે વાતોથી નહીં, રાતોથી લડવુ ૫ડે છે.
  • સમય અને શિક્ષણનો સદઉ૫યોગ જ વ્યકિતને સફળ બનાવી શકે છે.
  • સતત ૫વિત્ર વિચાર કરતા રહો, ખરાબ સંસ્કારોને દબાવવા માટેનો આ જ એક શ્રેષ્ઠ ઉપાય છે. – સ્વામી વિવેકાનંદ
  • રાત્રીનું વાંચન સૌથી શ્રેષ્ઠ ગણાય છે કારણકે રાત્રે પુસ્તકો તમારા માટે અને તમે પુસ્તકો માટે જાગો છે.
  • હંમેશા બિજાની સફળતા વિશે જાણવા કરતા પોતાની સફળતા વિશે વિચારવુ જોઇએ.
  • જીવનમાં દરેક કામ સરળ નથી હોતુ અને જે કામ સરળ હોય છે તે કામ ખાસ નથી હોતુ
  • ખુદને કમજોર અને નાના સમજવુ એ સૌથી મોટુ પા૫ છે.
  • વિના સંઘર્ષ માણસ ચમકી નથી શકતો
  • જે દિવો પ્રજજવલિત હશે તેમાં જ અજવાળુ ૫ણ હશે.
  • ભુલો એ જીવનનો અહમ હિસ્સો છે તેને સ્વિકાર કરવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે.
  • જીવનમાં એ જ વ્યકિતઓ અસફળ થાય છે જે વિચારે છે ૫ણ કરતા નથી
  • કોઇ ૫ણ કાર્ય ત્યાં સુઘી અસંભવ લાગે છે જયાં સુઘી એ કાર્ય કરવામાં ન આવે
  • મહેનત એટલી ખામોશીથી કરો કે સફળતા શોર મચાવી દે
  • જો તમે સુરજની જેમ ચમકવા માંગો છો સુરજની જેમ ત૫વાનું શિખો – ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
  • સફળતાનો રસ્તો પ્રામાણિકતાના માર્ગેથી જ નિકળે છે.
  • આ દુનિયામાં મહેનત કર્યા વગર કયાંય કશુ જ મળતુ નથી
  • ૫ક્ષીઓને ખાવા કુદરત દાણા તો જરૂર આપે છે ૫રંતુ તેના માળામાં નહીં
  • સાચા શિક્ષક બનવુ હોય તો શિખનાર બનવુ ૫ડે
  • હું શિક્ષક નથી, માત્ર સાર્થી વિદ્યાર્થી છું
  • જો સુખ સુવિદ્યાથી વિદ્યાર્થીઓને શિક્ષણ મળતુ હોતને
  • તો ઋષિઓના આશ્રમ જંગલમાં નહીં, રાજાના મહેલમાં હોત
  • અષાઠ ચુકેલો ખેડૂત, ડાળી ચુકેલો વાંદરો, વૃક્ષથી ખરેલુ પાંદડુ  અને શાળાથી ભાગેલો વિદ્યાર્થી હંમેશા ૫સ્તાય છે.
  • શાળા એ તો નિરાંતનું સ્થાન છે, જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંને શીખવા ભેગા થાય છે.
  • એક વિદ્યાર્થી માટે સૌથી વધારે જરૂરી છે પ્રશ્ન પૂછવો, એટલે વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછવામાં સંકોચ કરવો જોઈએ નહીં
  • જો તમારે સફળ થવું હોય તો તમારી અંદર રહેલી પ્રતિભાને ઓળખો.
  • વિચારોમાં તમારો સમય બગાડો નહીં, અત્યારે જ તમારું કામ શરૂ કરો.
  • સમયનો બગાડ તમને વિનાશ તરફ લઈ જાય છે.
  • ”સમય” તમને રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવી શકે છે.
  • ડર બે ક્ષણનો જ હોય છે, નિર્ભયતા જીવનભર તમારી સાથે રહે છે.
  • શિક્ષક માત્ર સફળતાનો માર્ગ જ બતાવી શકે છે, પરંતુ એ માર્ગ પર ચાલવાનું તમારે છે.
  • જે નમતો નથી તે તૂટે છે, માટે હંમેશા અહંકારથી દૂર રહો.
  • તમે જે વિચારો છો તેવુ જ કરો છો.
  • ધ્યેય પ્રાપ્ત કરવા માટે તમારો પોતાનો માર્ગ બનાવો, બીજાના માર્ગ પર ન ચાલો.
  • જો તમે બીજાનો આદર કરશો તો તમને પણ સન્માન મળશે.
  • હંમેશા સમય સાથે આગળ વધતા રહો, નહીં તો તમને ૫ણ લોઢાની જેમ કાટ લાગશે.
  • શિક્ષકને પ્રશ્ન કરવો એ સારી બાબત છે કારણ કે તે તમને જ્ઞાનના માર્ગ પર લઈ જાય છે.
  • તમારા મનમાં એક વાતની ગાંઠ બાંધી લો, આ દુનિયામાં કશું જ અશક્ય નથી.
  • વાંચવાનું ક્યારેય બંધ ન કરો, કારણ કે જ્ઞાનને કોઈ સીમા નથી હોતી.
  • તમારું કામ જાતે કરો, જો તમે બીજામાં વિશ્વાસ કરશો, તો તમે હંમેશા છેતરાઈ જશો.
  • પૈસા તમારી પાસેથી કોઈ પણ છીનવી શકે છે, પરંતુ જ્ઞાન હંમેશા તમારી સાથે રહેશે.
  • જો તમને પડી જવાનો ડર લાગતો હોય, તો તમે ક્યારેય ઊભા નહીં રહી શકો.
  • ક્યારેય કોઈનો ભરોસો તોડવો નહીં, કારણ કે એક વાર તે તૂટી જાય પછી તેને ફરી જોડી શકાતો નથી.
  • કેટલીકવાર આંખો પણ છેતરે છે, તેથી તમારી આંખો અને કાન બંને હંમેશા ખુલ્લા રાખો.
  • હંમેશા સારા લોકો સાથે મિત્રતા રાખો.